"ખોબો ભરીને અમે એટલું હસ્યાં
ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં. કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ? ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?
કૂવો ભરીને અમે એટલું રડ્યાં કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
No comments:
Post a Comment